ભર નિંદરમાં રહેલા અંધકારને ઢંઢોળે અજવાળુ સુવાળું
ચાલ હવે જા ઓલી પા, હવે આકાશમાં રાજ મારું
અર્ધ નિંદરની ચંદ્રામાં ચાલ્યું કાળુ
અર્ધ ખુલી આંખે હળવે હળવે અંધારું
સુરજના કિરણોનો શૃંગાર કરી
ગુલાબી મુલાયમ બાળક શું તડકાનું તેજ લઈ
આવ્યું અજવાળું
અવનીની બીજી કોર ચાલ્યું સુવા અંધારું
શોભા જોશી