લાગણીઓના બજારમાં મિત્ર બનીને મિત્રને કેમનો છેતરવો,
હોય ભાવ પ્રણયનો ને દોસ્તીના નામે આગળ કેમનો વધારવો.
આપી હતી તેમને હ્રદયથી બન્ને આંખો કાજલ સ્નેહે લગાવવા,
કાળાશ માથા ઉપર હાથે લગાવી ખુદને ખોટા શીદને કરવા.
નદીના ધસતા પ્રવાહમાં સાથે ચાલવાનો એક નાનો પ્રયત્ન રહ્યો,
ખુદ નૌકામાં કાણું પાડી ખુદની દુનિયા ડુબાડુ તો પાગલ રહ્યો.
જીવનમાં મળે લાગણીઓ પ્રેમથી, મયુર તો પછી કુરબાન થઈ જઈએ,
ના મળે મરહમ પણ ઈજ્જત થી તો પછી નકામી ભીખ શીદને માગીએ.