હું જ રાજા.. હું જ રાજા, એવા રોજ વગાડે વાજા..
મોજ મજામાં ચુર રહીને,
થાય રોજ એ તાજામાજા..!
નહીં ચિંતા કોઈ આમ લોકની, હજુરીયાથી ચાલે દેશ,
લાળ ટપકતી કદમબોશીથી,
મનમાં બહુ હરખાય રાજા...!
આગ ભભૂકી લાચારીની....પ્રસર્યો જનઆક્રોશ ઘણો,
વધ્યા બહુ હુલ્લડ તોફાનો,
તો ય વિલાસમાં રચ્યો રાજા..!
એક બની સૌ લોક મળ્યા.... ને થયો એક ટંકાર પણ,
ત્યારે જ આંખ ખૂલી અચાનક,
થયો પછી જ સભાન રાજા...!
રંગરાગમાં દેશ ભુલાયો... મળ્યું એ મહાજ્ઞાન પણ,
ભાગ્યા જાય સૌ હજૂરીયાઓ,
હવે પ્રજાને શરણે રાજા.....!!
સોનલ દિગંત કેસરિયા