કેટલાંક લોકો એમ કહે છે કે આનાં કારણે મારો દિવસ ખરાબ થઈ ગયો, પરંતુ આ દિવસને ક્યાં ખબર હતી કે એ તાજો છે કે વાસી; આતો ફક્ત અને ફક્ત મનુષ્યએ પોતાનાં મસ્તિષ્કમાં વિકસાવેલો વ્હેમ છે; માટે દિવસને હંમેશા તરોતાજાં રાખવો કે વાસી રાખીને ખરાબ કરવો એ મનુષ્યએ પોતે વિચારવાનું રહ્યું.😊
(વિચાર થોડો હાસ્યાસ્પદ છે, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં વિચારને હકારાત્મકતાં તરફ લઈ જવામાં આવે તો, પરિસ્થિતિ ગમે તેવી હોય, તેનો હલ પણ હકારાત્મક મળશે અને ખુશી પણ અવશ્ય મળશે.).✍