યુદ્ધનો માહોલ મારી ભીતરે પણ ઘૂંઘવાય છે,
સંવેદનાની સીમાનો વિવાદ કાયમી છે અહીં.
હિર
આપણે યુદ્ધને એક નકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ છીએ અને શાંતિને હંમેશા આવકારીએ છીએ છતાં ઘણીવાર યુદ્ધની દિશા શાંતિ તરફની હોય શકે. એ જ રીતે શાંતિ અજંપાભરી અને તંગ પણ હોય. યુદ્ધ અને ટકરાવ માણસનો સ્વભાવ છે, જેમ પ્રેમ અને શાંતિ આપણી અંદર વર્ષોથી સ્થાપિત છે.
શાંતિ અને પ્રેમ જ્યારે અકળામણ અનુભવે છે ત્યારે એ વિરોધનો સૂર પોકારે છે, પછી વધારે સમય એ ટકી નથી શકતા અને આખરે યુદ્ધને આશરે જવું પડે છે. યુદ્ધ કોઈની પસંદગી નથી હોતી પણ છેલ્લો વિકલ્પ જરૂર હોય છે.
આ બાબત રાજનીતિમાં પણ લાગુ પડે છે અને માણસના અંગત જીવનમાં પણ. સબંધો બધે જ છે, માણસો વચ્ચે પણ અને જમીની સીમાઓ વચ્ચે પણ. યુદ્ધ કરવાની કળા દેશ અને વ્યક્તિની સંવેદના પર આધારિત છે. વ્યક્તિ જેટલો અસંવેદનશીલ યુદ્ધ એટલું ખુંખાર અને ક્રૂર. પછી એ અંગત સંબંધો હોય કે સીમાડાના ઝગડા.
હિરલ નવસારીવાલા
સુરત
6.03.2022