પજવણી
ભીંતરમાં કશું ખળભળે છે કાયમ,
આંખોમાં કંઇક ઝળહળે છે કાયમ
તારી સાથે સાંજના નદી કીનારાનો,
એ મીઠો પવન ઝરઝરે છે કાયમ
સમયસર વણકહ્યા શબ્દોની પીડા,
પેટમાં ક્યારેક સળવળે છે કાયમ
તું વીતી ગયેલા સ્મરણોમાં ભલે હોય,
વરસાદી ટીપામાં ઝરમરે છે કાયમ
હું ખુદ મારા નિયંત્રણમાં ન હોવ,
ત્યારે અંતર મારું જરજરે છે કાયમ.
ચુસ્ત બંધાયો છું હું અહંની દાંડીએ,
તેથી ભીતરે હિંમત ફરફરે છે કાયમ
જીવનભર ન જીવી શકાયેલી ક્ષણો,
ચિતાની જ્વાળામાં બળબળે છે કાયમ.
હિરલ "હિર"