જિંદગીમાં કદાચ દરેકને સલાહની જરૂર પડે એ અલગ વાત છે પરંતુ ખરેખર સલાહ કરતાં એક લંબાવેલ હાથ ઘણો સાથ આપી જાય છે, જરૂરી નથી મદદનો હાથ એટલે આર્થિક મદદ પણ સહાયનો હાથ એક સહારો, હથેળીની પાંચ આંગળીઓ જ્યારે બીજાના પાંચ આંગળીઓમાં ગોઠવાય છે ત્યારે હિંમત અને આધાર મળ્યો હોય એવું સુખ લાગે છે, અજમાવી જૂઓ એક હાથ લંબાવીને, આનંદની અનુભૂતિ ચોક્કસ મળશે.