matrubharti Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

matrubharti Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful matrubharti quote can lift spirits and rekindle determination. matrubharti Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

matrubharti bites

#AJ #MATRUBHARTI

અભિલાષા...

મૃત:પાય બની અભિલાષાઓ કેટકેટલીય આજે,
જ્યારે કાળજે રેહનાર જ કાળજે ઘાવ દઈ બેઠા.

સર્વસ્વ માન્યું, ઈશથી પહેલા અનુસર્યા મેં જેને !
આજ એ ' તે કર્યું જ શું ? ના પુરાવા માંગી બેઠા.

ભૂલમાંય ના દુભાવી લાગણી કદી કોઈની અમે,
તોય શાને એ દોષ મુજ પર આમ લગાવી બેઠા?

કેવી હાનિ કોઈને અમારાથી ? ના જ બની શકે !
નિસ્બત નથી દુનિયાથી, આજ પથ્થર બની બેઠા.

સમીકરણો ઉકેલતા લોકોના, જીંદગી વીતી ગઈ,
ત્યાં આજ ખુદના સમીકરણને જ ઉલઝાવી બેઠાં.

હાં, તૂટી ગયો છું ! સાવ એકલો પડી ગયો છું !
ખુશ રાખવામાં સૌને, આજ હસવાનું ભૂલી બેઠા.

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

dedicate to my lovely daughter... papa miss u a lot bacha. love you..? #AJ #MATRUBHARTI

ખાલી ખાલી લાગે છે...!

ના કોઈ શોરબકોર ના કોઈ ચહલ - પહલ,
થનગનતું ઘર આજકાલ સુનું સુનું લાગે છે!

અરે જો ! સંભાળીને, શબ્દો ક્યાં ખોવાયા ?
ડગમગ થતાં ડગલાં ક્યાંક સંતાયા લાગે છે !

નાની નાની પગલીમાં એ ઝાંઝરની રણકાર,
સાંભળવાને કાન હવે તરસ્યા થયા લાગે છે !

ગઈ છે મામા ઘરે ઢીંગલી મારી બે દી રહેવાને,
આદત નથી ને બસ આંખ થોડી ભીની લાગે છે !

નથી ગમતું તારા વિના જલ્દી આવને ગુડિયા,
તારી કમીથી ઘર આખું ખાલી ખાલી લાગે છે !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#AJ #MATRUBHARTI

*મંઝિલ...*

મુસાફર બનવું છે,
એ રાહ નો જેની મંઝિલ તું હોય !

જીદ હોય જ્યાં તને પામવાની,
ને દિલ માં ભડભડતી એક આગ હોય !

જોનારા પણ જોતા રહી જાયે,
પ્રેમની એવી આ અનોખી રીત હોય !

પામી લઉં તુજને તો બધાથી અલગ શું ?
હોય સફર અધૂરી ને વાત થોડી દર્દની હોય !

મિસાલ અપાય જ્યાં આપણાં નામની,
ચાહત આપણી એવી જ બેમિસાલ હોય !

નથી બીજી કોઈ ખેવના મન મારે,
ચાહત છે બસ એટલી જ !

મુસાફર બનવું છે,
એ રાહ નો જેની મંઝિલ તું હોય !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી*

#AJ #MATRUBHARTI

ચેતન...

આશિષ એક માંગુ ! અગર તું જો આપે,
રહું વિનમ્ર વિવેકી સદા સૌ જીવ સંગાથે !

રહી ચેતન મુજમાં ! અવસર તું એક દેજે,
બની પાડપ છાયડો વેરું, આવું સૌને કાજે !

તુચ્છ આ મનખો ! તારા ચરણ ની ધૂળ છું,
બની ધૂપ હું મહેકું, ચોમેર તુજ પ્રતાપે !

રાહ કદી ના ભટકું ! ના થાઉં ઉદાસ ક્યારેય,
સખા સરીખો ઈશ તું મારી સદા રેહજે સાથે !

આશિષ એક માંગુ ! અગર તું જો આપે,
નિભાવું સંબંધ સઘળા આત્મીયતાના ભાવે !

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

#AJ #MATRUBHARTI

*સુગંધ...*

ભળ્યા પછી તુજમાં રોમેરોમ મુજ બહેકી ઉઠી,
જાણે, પાનખર પછી નવી બહાર મ્હોરી ઉઠી !

અસમર્થ છું હું લાગણી વ્યક્ત કરવાને, આતો,
વાત આવી વરસવાની ને વીજળી ઝબકી ઉઠી !

કરવો છે પ્રેમ મારે ફરી ફરી અવનવી રીતે તુજને,
રીત આ પ્રણયની સુગંધ બની ચોમેર પ્રસરી ઉઠી.

ઝાઝું સમજવાની જરૂર ક્યાં? મહેસૂસ કર, કેવી,
આત્મીયતાની જ્યોતિ બંને દિલો માં પ્રગટી ઉઠી !

આખરે ફલિત થયું બીજ મારી નિષ્ઠા મારા પ્રેમનું,
ઊગ્યા મેઘધનુષી ફૂલો અને ફૂલવારી મહેંકી ઉઠી !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*