dedicate to my lovely daughter... papa miss u a lot bacha. love you..? #AJ #MATRUBHARTI
ખાલી ખાલી લાગે છે...!
ના કોઈ શોરબકોર ના કોઈ ચહલ - પહલ,
થનગનતું ઘર આજકાલ સુનું સુનું લાગે છે!
અરે જો ! સંભાળીને, શબ્દો ક્યાં ખોવાયા ?
ડગમગ થતાં ડગલાં ક્યાંક સંતાયા લાગે છે !
નાની નાની પગલીમાં એ ઝાંઝરની રણકાર,
સાંભળવાને કાન હવે તરસ્યા થયા લાગે છે !
ગઈ છે મામા ઘરે ઢીંગલી મારી બે દી રહેવાને,
આદત નથી ને બસ આંખ થોડી ભીની લાગે છે !
નથી ગમતું તારા વિના જલ્દી આવને ગુડિયા,
તારી કમીથી ઘર આખું ખાલી ખાલી લાગે છે !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*