gujarati Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujarati Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujarati quote can lift spirits and rekindle determination. gujarati Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujarati bites

વાત એ પણ સાવ સાચી
કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો;
ફક્ત તારા પ્રેમને લીધે જ
હું ડૂબ્યો છું એવું પણ નથી.
~ અનિલ ચાવડા

#anilchavda #gazal #shayri #kavita #sahitya #poem #poet #literature #life #lovequotes #gujarati #gujarat

આથમી ચૂક્યો છું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી!
~ અનિલ ચાવડા

#anilchavda #shayri #gazal #kavita #gujaratikavita #poem #poet #literature #life #positivequotes #gujarati #gujarat

Android માટે 5 શ્રેષ્ઠ Free એપ લોક એપ્લિકેશન ડાઉનલોડ કરો મારી બ્લોગ પોસ્ટ જોવો @ https://gujarati.nayanmeckwan.com/2019/07/Best-App-Lock-for-Android-download-Gujarati.html

#Suvichar #Android #apps #Gujarati #ગુજરાત #ગુજરાતી #technology #ટેક્નોલોજી #news

જાણો બીજા ને પ્રેમ કરતા પહેલા શા માટે સૌ પ્રથમ પોતાને પ્રેમ કરવો જોઈએ?

જાણવા માટે મારા બ્લોગ ની મુલાકાત કરો @ https://gujarati.nayanmeckwan.com/2019/07/inspirational-motivational-self-love-suvichar-quote-images.html

#ગુજરાતી #Gujarati #Gujarat #Quotes #Suvichar #selflove #પ્રેમ

ગઝલ

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

– અનિલ ચાવડા

#anilchavda #kavita #gazal #shayri #gujarat #gujarati #poem #poet #literature #life

આવ્યા અમે ફરીથી
એવી સવાર લઈને;
કે થઈ ગયો છે સૂરજ
છુટ્ટો પગાર લઈને!
~ અનિલ ચાવડા

#anilchavda #shayri #kavita #poem #poet #literature #gujarat #gujarati #gazal

ગઝલ

છોડ દીવાને, પહેલું તું મને પ્રગટવાને;
આવ ખોદી નાખ મારામાં રહેલી વાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોના પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

– અનિલ ચાવડા

#anilchavda #gazal #shayri #kavita #literature #poet #poem #gujarati #gujarat

છોડ દીવાને,
પહેલાં તું મને પ્રગટાવને;
આવ ખોદી નાખ મારામાં રહેલી વાવને!
~ અનિલ ચાવડા

#anilchavda #kavita #sahitya #shayri #gujaratikavita #literature #life #poem #poet #gujarat #gujarati #gazal