પુસ્તક પ્રવાસ એપિસોડ 2
📚📚📚📚📚📚📚📚📚📚
પુસ્તક પ્રવાસના બીજા એપિસોડમાં આપણે એક સરસ પુસ્તક છલ વિશે વાત કરીશું.
સરસ મજાનો જ્યુસનો ગ્લાસ આપણા હાથમાં હોય અને આપણે તેને હોઠે લાવીએ ત્યારે ખબર પડે કે આ તો એક ઉકાળો છે. એ સમયે આપણી સાથે જે છલ થયું હોય છે તેવા જ છલની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે.
પુસ્તક:- છલ (ભાગ 1 અને 2)
લેખિકા:- કાજલ ઓઝા વૈદ્ય
આ નવલકથા બે ભાગોમાં તૈયાર કરવામાં આવી છે. આ નવલકથા કદાચ શરૂ કર્યા પછી શક્ય તેટલી વહેલી પૂરી કરવાની ઈચ્છા થાય એમ ચોક્કસ કહી શકાય. દર નવા પ્રકરણમાં શું થશે તે જાણવાની તાલાવેલી એટલી હદે લાગે જાણે કોઈ જોરદાર ફિલ્મ જોતી વખતે ઇન્ટરવેલ પછીની ઘટના જાણવાની ઈચ્છા. આ નવલકથા એક જેવી દેખાતી ટ્વીન બહેનો નિયતી અને રેવતીની એકબીજાથી સાવ અલગ પડતી જિંદગીની છે. શરૂઆતમાં લેખિકા વિશે વાત શ્રી અશ્વિની ભટ્ટ દ્વારા કહેવામાં આવી છે.
શરૂઆતના પ્રકરણમાં દર્શાવવામાં આવેલી ઘટના વાર્તાનો મધ્ય ભાગ છે. વાર્તાના દરેક પાત્રો શ્રેષ્ઠ રીતે ઘડવામાં આવ્યા છે. દરેક પાત્રોને પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે. છલ કોણ કોની સાથે કરે છે એ રહસ્ય ખૂબ જ ઉંડાણ પૂર્વક અને ન્યાયી રીતે ઉકેલવામાં આવ્યું છે. બંને બહેનોના ભાગ્ય એકબીજાથી તદ્દન અલગ છે. સુજયનું પાત્ર મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમ્યું છે. એ પાત્ર મન ખોલીને પ્રેમ કરનાર છે. જે સાચા હૃદયથી પ્રેમ કરે છે અને પામે પણ છે. નિયતી અને રેવતી આ બંને પાત્રો વાર્તાનું હૃદય છે.
ટુંકમાં કહીએ તો છલ એટલે એક ઉમદા રીતે ઘડાયેલી ફિક્શન નવલકથા.
#book #reviews #bookreview
#pustakpravas #samiksha #chhal #kajaloza