Quotes by Davda Kishan in Bitesapp read free

Davda Kishan

Davda Kishan Matrubharti Verified

@authordk6872
(265)

✨❤📚 પુસ્તક પ્રવાસ 📚❤✨

એપિસોડ 3,

પુસ્તક:- વેરોનિકા (ગુજરાતી એડીશન)
લેખક:- પોલો કોએલો
પ્રકાશક:- આર. આર. સેઠ પ્રકાશન
✨✨✨✨✨✨✨✨

શું તમે તમારા મૃત્યુ પછી જીવન જીવવાની ઈચ્છા રાખી શકો? પુસ્તક વેરોનિકામાં એક એવા જીવનની વાત કરવામાં આવી છે જે અપૂર્ણ મૃત્યુ પછીનું જીવન છે.

આ પુસ્તક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર 'અલ્કેમિસ્ટ' ના સુપ્રસિદ્ધ લેખક પોલો કોએલોની એક ઉમદા રચના છે.

ડિપ્રેશન, એકલતા અને તણાવને કારણે ક્યારેક માણસ કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારે છે. વાર્તાની નાયિકા વેરોનિકા પણ એમાંની એક છે. વાર્તામાં નાયિકા એકલતા, તણાવ અને ડિપ્રેશનને કારણે ઉંઘની ઘણી બધી ગોળીઓ એક સાથે લઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ કારણોસર તેણીને સફળતા મળતી નથી. જ્યારે તેની આંખો ખુલે છે ત્યારે તે વિલેટમાં હોય છે. માનસિક રોગીઓની હોસ્પિટલ વિલેટની દુનિયા બાહ્ય દુનિયા કરતાં સંપૂર્ણ અલગ છે. અહીં તેના પર અને અહીં જ તેના નવા બનેલા મિત્રો પર કરવામાં આવતાં પ્રયોગો રોચક છે. મેડિકલ અભ્યાસ કે હોસ્પિટલ સાથે કોઈ પણ રીતે જોડાયેલા લોકોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. ડો. ઈગોરના પાત્ર દ્વારા ઘણી માહિતીઓ આપવામાં આવી છે.

આજની વાસ્તવિકતા દર્શાવીને પણ લેખકે માનવજીવનનાં ઘણાં પ્રશ્નોના ઉતર આપ્યાં છે તેમજ પોતાની કલ્પના શક્તિથી વાર્તાને ઉત્તમ રીતે ઘડી છે. એમ કહી શકાય કે, વાસ્તવિકતા અને કાલ્પનિક ઘટનાઓનું ગજબનું કોમ્બિનેશન અહીં જોવા મળે છે.

પુસ્તકમાં વણવામાં આવેલી અમુક વાતો ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવી લાગી.
1) ખરો હું એટલે તમે જે છો તે, બીજા લોકો તમને બનાવે છે તે નહીં.

2) આ જગતમાં કશું જ બાય ચાન્સ બનતું નથી.

આવી તો ઘણી વાતો...

પુસ્તકમાં દર્શાવેલી અમુક વાતો કદાચ વ્યાજબી ના પણ લાગે, અમુક મોટા પ્રકરણોનો કારણે ક્યાંક કંટાળો પણ આવે, તેમ છતાં ખૂબ જ રસપ્રદ અંત અને અંત સુધી જકળી રાખતું વાર્તા તત્વ હોવાને કારણે વાર્તા વાંચવાની ચોક્કસ મજા પડશે.

પુસ્તક પ્રવાસ
સમીક્ષક:- કિશન એમ. દાવડા @author.dk15
❤✍❤📚✨😍🤗
#books #bookreview #pustakpravas #paulocoelho #veronica #gujaratibooks #authors

Read More

પુસ્તક પ્રવાસ એપિસોડ 2
📚📚📚📚📚📚📚📚📚📚

પુસ્તક પ્રવાસના બીજા એપિસોડમાં આપણે એક સરસ પુસ્તક છલ વિશે વાત કરીશું.

    સરસ મજાનો જ્યુસનો ગ્લાસ આપણા હાથમાં હોય અને આપણે તેને હોઠે લાવીએ ત્યારે ખબર પડે કે આ તો એક ઉકાળો છે. એ સમયે આપણી સાથે જે છલ થયું હોય છે તેવા જ છલની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે.

પુસ્તક:- છલ (ભાગ 1 અને 2)
લેખિકા:- કાજલ ઓઝા વૈદ્ય

   આ નવલકથા બે ભાગોમાં તૈયાર કરવામાં આવી છે. આ નવલકથા કદાચ શરૂ કર્યા પછી શક્ય તેટલી વહેલી પૂરી કરવાની ઈચ્છા થાય એમ ચોક્કસ કહી શકાય. દર નવા પ્રકરણમાં શું થશે તે જાણવાની તાલાવેલી એટલી હદે લાગે જાણે કોઈ જોરદાર ફિલ્મ જોતી વખતે ઇન્ટરવેલ પછીની ઘટના જાણવાની ઈચ્છા. આ નવલકથા એક જેવી દેખાતી ટ્વીન બહેનો નિયતી અને રેવતીની એકબીજાથી સાવ અલગ પડતી જિંદગીની છે. શરૂઆતમાં લેખિકા વિશે  વાત શ્રી અશ્વિની ભટ્ટ દ્વારા કહેવામાં આવી છે.
    શરૂઆતના પ્રકરણમાં દર્શાવવામાં આવેલી ઘટના વાર્તાનો મધ્ય ભાગ છે. વાર્તાના દરેક પાત્રો શ્રેષ્ઠ રીતે ઘડવામાં આવ્યા છે. દરેક પાત્રોને પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે. છલ કોણ કોની સાથે કરે છે એ રહસ્ય ખૂબ જ ઉંડાણ પૂર્વક અને ન્યાયી રીતે ઉકેલવામાં આવ્યું છે. બંને બહેનોના ભાગ્ય એકબીજાથી તદ્દન અલગ છે. સુજયનું પાત્ર મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમ્યું છે. એ પાત્ર મન ખોલીને પ્રેમ કરનાર છે. જે સાચા હૃદયથી પ્રેમ કરે છે અને પામે પણ છે.  નિયતી અને રેવતી આ બંને પાત્રો વાર્તાનું હૃદય છે.

ટુંકમાં કહીએ તો છલ એટલે એક ઉમદા રીતે ઘડાયેલી ફિક્શન નવલકથા.

#book #reviews #bookreview
#pustakpravas #samiksha #chhal #kajaloza

Read More

નમસ્કાર મિત્રો,

આજથી પ્રારંભ થયેલ બુક રિવ્યૂ સિરીઝ 'પુસ્તક પ્રવાસ'માં આપણે કરીશું એક એવા પુસ્તકની સફર જે આપણા જીવનમાં થતાં બનાવોને ક્યાંકને ક્યાંક સ્પર્શે છે.

પુસ્તક:- શો મસ્ટ ગો ઓન
લેખક:- શ્રી શાહબુદ્દીન રાઠોડ
પ્રકાશક:- ઈમેજ પબ્લિકેશન
પૃષ્ઠ સંખ્યા:- 145

📚 સુપ્રસિદ્ધ સાહિત્યકાર તેમજ હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા લખવામાં આવેલ પુસ્તક 'શો મસ્ટ ગો ઓન' વિશે વાત કરીએ તો આ પુસ્તક શ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા લખાયેલા, કહેવાયેલા તેમજ તેમની કલમે અખબારોની કોલમમાં પણ જોવા મળેલા કુલ 35 લેખોનો સમાવેશ કરતું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખો આપણા જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા છે. પુસ્તકની પ્રસ્તાવના શ્રી સુરેશ દલાલ દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તકમાં અનેક પ્રખ્યાત લોકોના અમુક પ્રસંગો સાથેની વાત પણ કરવામાં આવી છે. ચાર્લી ચેપ્લીનથી માંડીને કબીર સુધીના ઘણાં લોકોના જીવન પ્રસંગો દર્શાવ્યા છે. આપેલા 35 લેખ વાંચતી વખતે આપણા મુખ પરના હાવભાવ પણ બદલાય ખરાં, ક્યારેક કરુણ ભાવ તો ક્યારેક હૃદયમાંથી ઉત્પન્ન થયેલું હાસ્ય તરત જ હોઠને સ્પર્શી જાય છે તો વળી ક્યારેક ખડખડાટ હસવું પણ આવે. વાત કરીએ આ પુસ્તકના ટાઈટલ વિશે તો,
રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન શ્રી શાહબુદ્દીન રાઠોડને પણ કલાકાર તરીકેનું આમંત્રણ મળ્યું હતું. તેમનો વારો આવ્યો ત્યારે તેઓએ ખૂબ જ ઉમદા રજૂઆત કરી, પણ ત્યારે તેમની વાતોમાં મા - દીકરાના અનેક પ્રસંગોની વાત તેમના હોઠ પર આવી જતી હતી. શિવાજી - જીજાબાઈ જેવા અનેક પ્રસંગોની વાત તેઓએ કાર્યક્રમ દરમિયાન કરી હતી. કાર્યક્રમના અંતે તેમના અંગત મિત્રોએ તેમને આ વિશેનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું, "આજ સવારે જ મારા બા ગુજરી ગયા. શાબા, હવે સૂઈ જા. કેટલી દોડધામ કરીશ.. આવું કહેનાર હવે કોઈ નથી."
તેઓ રિક્ષામાં બેસતાં હતાં ત્યારે જ એક વાક્ય બોલ્યા, "શો મસ્ટ ગો ઓન." 📚❤

શો મસ્ટ ગો ઓન એટલે અચૂક વાંચવા જેવું પુસ્તક.

જો આપને આ રિવ્યૂ ગમ્યું હોય તો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી 📚✍😊

Reviewed by KISHAN DAVDA ✍📚🤗
#bookreview
#gujaratiliterature

Read More

#toy #teddy #changes
M I Right?✍❤

શિક્ષક દિવસ નિમિતે ખાસ માઇક્રો ફિક્શન વાર્તા ❤✍✨🤗📚
#teachers #shikshak #story

Time is a flower that needs to be watered constantly to see it bloom.

✍✨ KISHAN DAVDA

Every end of life needs a support, a few friends who want to have fun, what to get from being calm and sad, the boat of this life needs a shore.

✍✨ KISHAN DAVDA

⚫(किया खुद से वादा)⚫

खुद से एक वादा किया है,
ना डरना है, ना हारना है,
मुसीबतों का समंदर,
किसी भी तरह तै करना है,
ना उम्मीद छोड़ेंगे, ना ही मैदान,
खुद से किया वादा, चुका है ऐलान,
ज़िन्दगी की भाग दौड़ में,
ना मुड़ेंगे, ना ही कमजोर होंगे,
खुद से किया वादा, अब हर हाल में निभायेंगे,
लक्ष्य मुश्किल है जरूर,
पर नामुमकिन तो नहीं,
कारवां ये सपनों का,
युं तो एक हकीकत है,
कोई ख्वाब नहीं ।
✍❤ DAVDA KISHAN (अवकाश)

Read More

પ્રેમનો પાસવર્ડ નવલ કથાને આ એપ પર વાંચો

"પ્રેમ નો પાસવર્ડ - 1" by Davda Kishan read free on Matrubharti
https://www.matrubharti.com/book/19877848/prem-no-password-1