#ન્યાય
અણજાણતા જો અન્યાય થાય તો,
કર્મો સારા કરતો જા,
પશ્ચાતાપ કરી જીવનમાં અન્યાયનો,
ન્યાય માટે રાહ જોતો જા,
સમય ભલે વિફર્યો તારાથી,
પણ,
સમય સાથે ચાલતો થા,
પંથ કાંટાળો જરૂર હશે,
પણ,હસતે મોઢે સહેતો જા,
પશ્ચાતાપ ભરેલા જીવનને ન્યાય જરૂર મળે છે,
બસ રાખી ભરોસો ઈશ્વર પર,
કર્મો સારા કરતો જા
અણજાણતા જો અન્યાય થાય તો,
બસ,કર્મો સારા કરતો જા..બસ કર્મો સારા કરતો જા..
...............M.G.Gauswami