નથી ડાક જો પણ તે ,ડણકાર લાગે.
ન જંગી જટા તોય ગણકાર લાગે.
ઘણી મૂર્તિ આકારમાંતો ઢળે છે,
છતાંયે મને તો નિરાકાર લાગે.
બની ચાંદ પૂરો , સજાવી છે રજની,
અમાસે કરે રાત શણગાર લાગે.
ન બોલે કશું એ , હસાવે , રડાવે ,
ન જાણે મને મૌન ભણકાર લાગે.
જતો થાય આત્મા અમન દેહમાંથી,
વગાડે ટકોરા ને રણકાર લાગે.
~વિવેક ચુડાસમા "મિત્ર".