પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે *હું મળીશ જ*
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે *હું મળીશ જ*
હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે *હું મળીશ જ*
નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે *હું મળીશ જ*
બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે *હું મળીશ જ*
તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે *હું મળીશ જ*
કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે *હું મળીશ જ*
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે *હું મળીશ જ*
છતા યાદ આવે તો કેદાર ગાજ