સવાર નાં સુમારે દસ વાગ્યા નો સમય હતો. બારી ની બહાર નજર પડી કદાચ ત્રણ વર્ષ નો હશે એ બાળક. એનાં મેલા ઘેલા કપડા અને હાથમા કોથળો લઇને એનાં પિતા સાથે પ્લાસ્ટિક નો કચરો વિણતો જતો હતો. અને ચેહરા પર એક અલગ જ ચમક હતી..કદાચ મનમાં કોઈ આસ હતી..અને અચાનક એક તુટેલું રમકડું મળતાજ એનાં હોઠો પર સ્મિત છવાઈ ગયુ. બે ચોકલેટ અને એ તુટેલું રમકડું એને ખુશ કરવા કાફી હતાં. અને આપણને પપ્પા સ્માર્ટફોન , 4G ઈન્ટરનેટ , બાઈક, હાઈફાઈ કૉલેજ, બધી ઇચ્છા પુરી કરવા છતાપણ કોઇક કચાશ હોઇ એવું જ લાગે શું આ બધુ જરુરી છે ખુશ થવા ?