આ ગીતા અને કુરાનના મર્મ ને જાણી શકો ,
કે ભગવાન અનેે અલ્લાહના ભેદને મારી શકો .
તોય ઘણું ....
આ મંદિરના કોઈ ખૂણે મસ્જિદ કરી શકો ,
કે મસ્જિદ ના કોઈ ખૂણે મંદિર કરી શકો .
તોય ઘણું ....
આ મંદિર શુ ને મસ્જિદ શુ એ ફરક થી અંજાન ,
એવું એક પંખી બની બેય સામે શીશ ઝુકાવી શકો .
તોય ઘણું ....
મારી આ ગઝલનો બહુ સુંદર જવાબ આપ્યો કોઈએ ...
ઈશ્વર સુધી જવાનો કોઈ અર્થ નથી " અનંત ",
માણસ છો બીજા માણસને સમજી શકો .
તોય ઘણું ....
રોનક પ્રજાપતિ ( અનંત )