ગોકુલ છોડ્યુ હશે જેદિ કાનાએ ત્યારે રાધા નો વિરહ કેવો રહ્યાં હશે,
રાણા એ ઝેર નો કટોરો મીરાને આપ્યો હશે એ ઝેર કેવુ અમ્રુત થયુ હશે,
વનરાવન માં રાશ રમતી ગોપી ઓએ કાના નો સાથ કેવો લાગ્યો હશે,
પ્રેમ ની વાંશણી માં કેટલી મીઠાશ હશે કે ગાયો વન માં આરામ થી ચરતી હશે,
અંધારા માં કાન જ્યારે દિપક ને પ્રગટાવતો હશે ત્યારે એનુ અંજવાશ કેવુ તેજ હશે,
-દિપક ગઢવી