આવે જો બહાર છે જે ભીતર, તો પડે ખબર કે પ્રલય પર બેઠો છુ હું.
છે વર્ષો બાદ પણ હાથ ખાલી, તો ય હળ હેઠું નથી મૂકતો,
“ફિનિક્સ” બની બેઠો છે કે શુ ?
આંખો કોરી છે બે – બે સંતાનો “સ્વ” થયા પછી પણ,
“પથ્થર” બની બેઠો છે કે શુ ?
સુખ, દૂ:ખ,આશા,નિરાશા,ઉત્સાહ, હતાશા સમાવી લીધું છે બધુ ભીતર,
”શબ્દકોષ” બની બેઠો છે કે શું?
આવે જો બહાર છે જે ભીતર, તો પડે ખબર કે પ્રલય પર બેઠો છુ હું.