જીવવું એ સાર્થકતા કે બહુ મોટી વાત નથી પરંતુ કેવી રીતે જીવવું એ અગત્યનું છે, ભગવાને આપેલી નાજુક, સૌંદર્યથીભરેલી,કામણગારી,સુખ ને દુઃખ જે માણસે બનાવ્યા છે એનાથી રચાયેલી આ રસીલી લાઈફ ને કેમ ના જીવી શકીએ ખુશાલ રઈને કારણ જિન્દગી આવી જ છે,હતી ને રહેશે,સુખ ને દુઃખ તો માણસ ના વિચારોની પરિભાષા છે તેથી જ કહેવાય ને કે જેમ હૃદય નો ઇસીજી પડાવી એ ત્યારે એ ઉંચો નીચો આવે તો એ સ્વસ્થ હોવાનો એક સંકેત છે કારણ સીધી લીટી તો મૃત્યુ તરફ લઈ જાય તો આપણે કેમ આ જિંદગી ને સીધી સરળ માંગીએ બસ વાંકી ચુંકી જેવી છે એવી જ જીવીએ.