પ્રકૃતિ પણ આજે
નવાં રંગો ખીલવતી જાય છે;
ભર શિયાળે માવઠાં આવી જાય છે,
ખબર નહિ પણ
ચૂંટણી ટાણે નેતાઓ ક્યાંથી આવી જાય છે?
ખોટા વાયદાઓથી લોકોને છેતરી જાય છે,
આ કળિયુગમાં આજે
સ્વાર્થી સંબંધો રચાતા જાય છે;
અને નિઃસ્વાર્થ ભૂલાતા જાય છે,
દોસ્તોનું પણ એવું જ છે
નવા દોસ્તો મળતા જાય છે;
' ને જૂના ભૂલાતા જાય છે,
પરિવર્તન સમજીને
મૂળ સંસ્કૃતિ ભૂલાતી જાય છે;
' ને પાશ્ચાત્ય નું આંધળું અનુકરણ થાય છે.
- bK97