ગામડું મારું હૃદયમાં વસે છે,
માટીની સુગંધથી મન હરખે છે,
લીલાં ખેતરોમાં જીવન મહેકે છે,
બળદોની ઘૂઘરી રમવાં વલખે છે,
ગાડા પર બેસી ગીતો ગુંજે છે,
વહેતા પવનમાં બાળકો ઝૂમે છે,
પીપળાની છાંયે ઠંડક વરસે છે,
ચોરાના ઓટલે લોકો હસે છે,
વહેતા નીરમાં આકાશ નીરખે છે,
પંખીના કલરવમાં સંગીત રેલે છે,
ખેડૂતનાં પરસેવે શ્રમ છલકે છે,
ધરતીના ખોળે જીવન પાંગરે છે.
મનોજ નાવડીયા