શબ્દોથી મધુવેણ ઉચ્ચરીએ .
વેલકમ નવાં વર્ષને સૌ કરીએ.
હેત હૈયાના પરસ્પર સાંકળીએ
વેલકમ નવા વર્ષને સૌ કરીએ.
વાત જૂની સઘળી ભૂલી જઈએ.
ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ.
નૂતન આશ સહુ ઉરમાં ધરીએ.
વેલકમ નવા વર્ષને સૌ કરીએ.
સ્નેહને ઔદાર્ય ગજવે ભરીએ .
કરી કર્મને પછી ધીરજ ધરીએ.
કોધને તો સાવ વિદાય કરીએ.
વેલકમ નવા વર્ષને સૌ કરીએ
શબ્દેશબ્દે સ્નેહને સાંકળીએ.
સહકારથી સૌના સાથી થઈએ.
આફતમાં હિંમત ના હારીએ.
વેલકમ નવા વર્ષને સૌ કરીએ.
ચૈતન્ય જોષી દીપક પોરબંદર