આવ્યાં કેટલાંય સંદેશાઓ પડતર દિવસનાં.
કહ્યું કોઈએ થઈ હેટ્રિક પડતર દિવસની,
ને કોઈએ વળી લગાવ્યો આરોપ વર્ષ પર.
થાક્યું વર્ષ એવું કે લીધો આરામ એક દિવસનો!
કહ્યું કોઈકે કે ગભરાયું નવું વર્ષ આવતાં,
ને અટકી ગયું પડતર દિવસનાં રૂપે!
કોઈકે કહ્યું, "એ તો મોકો છે માફીનો."
કેમ કરી સમજાવું સૌને હું,
હતો એ દિવસ તો માનવી માટે,
યાદ કરવા ગત વર્ષની ભૂલોને, અને
કરવાને નિશ્ચય આવનારાં નવા વર્ષનો!
"નહીં કરું હું એ ભૂલો ફરીથી,
બનીશ હું મારું જ નવું સ્વરુપ,
હશે જેમાં માત્ર સકારાત્મકતા!"