દિલથી દિલ સુધીની સફર મારી.
આજીવન રહેવાની અસર મારી.
મારું તારું હવે છે મટી જવામાં
સહિયારું થવામાં છે કદર મારી.
શું કહું શબ્દોને સજાવીને પછી
ઐક્યની વાત છે બિરાદર મારી.
સંબોધનો નહિ રહે જુદાં હવેથી
ઓતપ્રોતની ચાહ આખર મારી .
શબ્દો મારાને સૂર હોવાનો તારો,
એ ગીતની અસર માતબર મારી.
ચૈતન્ય જોષી દીપક પોરબંદર .