Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને તો કંઈજ સમજાતું નથી કે,
હું શું કરું? કે પછી
મારી સામે એવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે મને તો એજ સમજાતું નથી કે,
હવે હું શું કરું ?
કોઈપણ વ્યક્તિ જીવનમાં, ઉપરોક્ત સમસ્યા ત્યારે જ આવે, કે જ્યારે એ વ્યક્તિથી, જાણે-અજાણે વાણી વર્તન કે વ્યવહાર થકી, કંઈ એવું બોલાઈ ગયું હોય, કે જે એણે ન બોલવું જોઈએ.
કે પછી, એવું વર્તન કર્યું હોય, જે ન કરવું જોઈએ, કે પછી
એવો વ્યવહાર થઈ ગયો હોય, જે એણે નહોતો કરવો જોઈતો.
100 વાતની એક વાત કે,
આનાથી બચવું હોય, કે આમાંથી બહાર નીકળવું હોય, તો હંમેશ માટે,
આ એકજ વાત યાદ રાખવી કે,
હું શું કરું ? કરતા....
મારે શું નથી કરવાનું ? અને મારે શું નથી બોલવાનું, આ બે બાબત પર પૂરતું ધ્યાન આપવું, કે પછી ધ્યાન આપવાનું શરૂ કરી દેવું, તો એક દિવસ
ખૂબજ સુંદર પરિણામ મળશે, મળશે ને મળશે જ.

Gujarati Thought by Shailesh Joshi : 112040672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now