કોણ સાચવે અહીં મને કે તમને,
ખોબામાં પાણી રહે ત્યાં સુધી,
સંબંધો સાચવે સૌ નામ ખાતર,
મનમાં સ્વાર્થ વસે ત્યાં સુધી,
દરિયો હોવા છતાં તરસવું પડે,
આભથી ટીપું વરસે ત્યાં સુધી,
નિઃસ્વાર્થ બની જીવવું મુશ્કેલ છે,
અપેક્ષાઓ જીવંત રહે ત્યાં સુધી,
છાંયો બનીને સાથ આપે સૌ,
વૃક્ષ લીલુંછમ રહે ત્યાં સુધી..
મનોજ નાવડીયા