ગત વર્ષને અતીતમાં ઠેલી.
આવી દિવાળી અલબેલી.
ગઈ ગુજરી દીધી ભૂલાવી,
આવી દિવાળી અલબેલી.
નવું વર્ષ લાવી એક દિ' મેલી,
થઈ ધૂમધડાકે હરખઘેલી.
શેરી આખ્ખી જાણે કે તપેલી,
આવી દિવાળી અલબેલી.
નવલાં વર્ષનું મિલન ચૂકેલી,
આતશબાજી વણથંભેલી.
શણગાર્યાં ઘરબારને ડેલી,
આવી દિવાળી અલબેલી.
જોમ અપાર ના હો થાકેલી,
કહેતી વરસની વાતો છેલ્લી.
જનમાનસે એ કેવી વસેલી,
આવી દિવાળી અલબેલી.
કોઈ નારસમી શૃંગાર સજેલી,
માનવમાત્રને હશે એ ગમેલી.
રખે રોશનીની કાઢતી એ રેલી,
આવી દિવાળી અલબેલી.
- ચૈતન્ય ચંદુલાલ જોષી ' દિપક '