દીપાવલી નવલાં વર્ષને બોલાવે.
હિસાબ વર્ષ આખાનો એ કરાવે.
લક્ષ્મીપૂજને શોભતી એ રૂપાળી,
દેતી રોશનીથી અમાસને એ ટાળી.
માનવ હૈયે નૂતન આશને જગાવે
દીપાવલી નવલાં વર્ષને બોલાવે.
પર્વ પ્રકાશનું છે કેટલું એ અદભુત,
શરુ થઈ જાતી આવતાં ઠંડી ૠત.
આતશબાજીથી આભને ગજાવે,
દીપાવલી નવલાં વર્ષને બોલાવે.
દિવસ છેલ્લોને પહેલાને જે સત્કારે,
આનંદ ઉત્સાહ જનેજનમાં સંચારે.
એને બાળ યુવાથી વિશેષત્તર ફાવે,
દીપાવલી નવલાં વર્ષને બોલાવે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.