આ ત્રણ વાતોમાં જીવન બદલવાની તાકાત છે.
1 - સંપૂર્ણ શાંતિ માણીને ક્યારેય પણ, ક્યાંય પણ પૈસો નથી કમાવાતો, અને જીવનમાં જે શાંતિ જોઈએ છે, એના માટે એવું કોઈ બજાર નથી, કે ત્યાં જઈને શાંતિ ખરીદી શકાય.
2 - આપણા ભાગ્યમાં જો સુખ લખ્યું છે, તો એ ચાલ્યું ના જાય, કે પછી ઓછું ના થાય એ પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ, અને જો દુઃખ લખ્યું છે, તો પછી આપણે બે કામ કરવા જોઈએ, એક કે પોતાને હતાશા તરફ જતા અટકાવવા, અને બે કે, વહેલામાં વહેલી તકે, આળસ ખંખેરી નાંખવી.
3 - જે માણસ જોઈને નથી શીખતા
એ અંતે ખોઈને શીખે છે, અને એ શીખેલું....પછતાવો કરવા સિવાય બીજા કોઈ કામમાં નથી આવતું.