આપણને જ્યારે જ્યારે અને જે જે જોઈએ છે,
ત્યારે ત્યારે આપણે
એવી બધી ચિંતાઓથી ઘેરાઈ જઈએ છીએ કે,
શું મારે જે જોઈએ છે, એ મને મળશે ?
અને મળશે, તો ક્યારે મળશે ?
અને એના માટે અત્યારે
મારા થકી સાચા, કે ખોટા માર્ગે
જે જે પ્રયત્નો થઈ રહ્યા છે,
શું એ પૂરતા અને યોગ્ય છે ?
વિગેરે વિગેરે.....ખરેખર તો
એણે આપણને જે જે આપ્યું છે એ, હમણાં જે આપી રહ્યા છે એ, અને ભવિષ્યમાં પણ એ જે આપશે,
એ મારા માટે યોગ્ય જ હશે,
એ વિશ્વાસ, અને સંતોષ સાથે આપણે
અવિરત આપણા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.
કારણ કે, એજ સાચું જીવન છે.