આવ્યા શરણે અમને સ્વીકારો.
હરપળ શિવજી તમારો સહારો.
લખ ચોરાસી ફરીફરીને આવ્યા.
અંતર આરઝૂ ઉરતણી લાવ્યા.
ડગમગતી નૈયાને દેખાડો કિનારો..
ભોળાનાથ છે ભક્ત ભય હારી.
અધમ પાપીનેય દેતા ઉદ્ધારી.
એવા નાથને સહુ ઉરમાં ધારો...
શિવ દરબાર સૌને આવકારે.
ભોલે ભંડારી ભવસાગર તારે.
મહાદેવ હર નામનો ગૂજેનારો...
દોષો ભૂલો દયાનિધિ આવ્યા દ્વારે.
શરણ શિવનું મારે શું પાતક ભારે.
દર્શન આપીને આપો સથવારો...
- ચૈતન્ય જોશી દિપક પોરબંદર.