જિંદગીએ તો અવળી વાટ પકડી છે,
સીધું તો ચાલતાં આવડ્યું જ નહીં?
કેમ કે મનને કોઈ શિક્ષક મળ્યો નહીં,
કે પછી શીખવાનું મન થયું જ નહીં?
હવે તો ઘડીક બેસીને વિચાર કરી લે,
આખી જિંદગી આમ દોડીને કર્યુ શું?
સાચા - ખોટાની ક્યાં સમજણ હતી,
કે મનને કદી રોકીને પૂછ્યું જ નહીં?
મૂર્ખ બની દોષ સમયને આપતો રહ્યો,
પોતાની ભૂલો તરફ તો જોયું જ નહીં?
મંઝિલની શોધમાં બધે ભટકતો રહ્યો,
જરાક તો અંદર ડોકિયું કર્યું જ નહીં?
મનોજ નાવડીયા