Gujarati Quote in Poem by HITESH KATARIYA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચના: હિત
સ્વમાન અને સન્માન

ભલે લોકો રામને સીતાની સાથ ન બેસાડે,
પણ વિશ્વાસની પાંખ પર રાવણનાં સિંહાસન ન હોય.

વાત કરુણા, ત્યાગ ને બલિદાનની છે જ્યાં,
ત્યાં ક્રોધ, સ્વાર્થ ને અહંકારનાં આસન ન હોય.

અપમાન એટલું જ સહન થાય, જ્યાં સ્વમાન સચવાય;
સોનાના મહેલનું શું કરવું, જ્યાં સન્માન જ ન હોય?

ભિક્ષુકનો વેશ ધારણ કરી છેતરો, તોય શું?
કંઈ બધા જ, ઈમાનદાર સાથી હનુમાન ન હોય.

રામાયણ સમજી એટલું જાણ્યું છે, હિત—
અંદરના રાવણને માર્યા વગર, રામનાં ચરણે સ્થાન ન હોય. ✍️

Gujarati Poem by HITESH KATARIYA : 112039407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now