પ્રિય પાત્રની પસંદગી કરતા સમયે
આ એક વાતની ચકાસણી કરી લેવી કે,
જીવનમાં બીજું કશું મળે, કે ના મળે,
એ બધું ચાલશે, પરંતુ આજીવન
તારો સાથ ના છૂટવો જોઈએ,
ને સાથે-સાથે,
આપણા બંનેની સામે,
પરિસ્થિતિઓ પણ, ગમે તેવી,
અને ગમે તેટલી આવે,
બાકી,
તારો પ્રેમ ના ખૂટવો જોઈએ.