જીવનમાં ઘણીવાર એવા લોકો સામે મળે છે કે એને સમજાવવા કે કઈક કહેવામા પણ આપણે મુરખ સાબીત થઈએ છીએ.
એવા લોકો ભણવા ગણવામાં સાવ ઠોઠ નિશાળીયા પણ હોશીયારીનો ઠાઠ માથા પર લઈને ફરે.
જ્ઞાનના નામે શૂન્ય, અને અહંકારનો ભાર,
એવા લોકો કરે છે હોશિયારીનો વેપાર !
જ્ઞાન ઓછું હોય ત્યારે પણ અહંકાર મોટો હોય છે. સાચા જ્ઞાનીને પોતાની હોશિયારીનો દેખાડો કરવાની જરૂર પડતી નથી.
મનોજ નાવડીયા