તું કવિતા બનીને અવતરી કૃપા ઈશ્વર તણી.
વેળા હતી મારી ખરાખરી કૃપા ઈશ્વર તણી.
ના આવ્યા નારાયણ શંખ, ચક્ર, ગદા પદ્મધરી
હિમ્મતથી કસોટી પાર કરી કૃપા ઈશ્વર તણી.
ના સંભળાયા શબ્દો " માગમાગ" મુખથી વદતા
મજબૂત થૈ કર્મની ભ્રમણધરી કૃપા ઈશ્વર તણી
તલપાપડ કર્ણ હતા સુણવાને " તથાસ્તુઃ" મુખે,
આતમબળે મુસીબત ગૈ ટળી કૃપા ઈશ્વર તણી
પ્રસ્વેદે પોત પ્રકાશ્યુને સફળતા સન્મુખ ઊભીને
આભાર ઈશનો એ મતિ મળી કૃપા ઈશ્વર તણી
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.