મંગલદિને મહાદેવજીને માલકૌંશે મનાવું.
સ્મરણ સદાશિવનું શબ્દ સહારે સજાવું.
હરપળ હરજી હરખ હૈયાહેતે હરખાવું.
પરમ પુલકિત પરમેશને પ્રભાતે પ્રગટાવું.
નૈને નીરધારી નાગેન્દ્રહારાયને નીરખાવું.
દીનદયાળ દયાનિધિને દિલનાદ્વારે દર્શાવું.
રામકથારસિક રઘુવીરપ્રિયને રાગે રીઝાવું.
આપો આશિષ આશુતોષ આજે આવકારું.
કૈલાસવાસી કરુણાકારી કૃપાનિધાન કંડારું.
ભાવ ભરપૂરે ભોળાને ભજતાં ભવસિંધુ તારું
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.