સંસાર સાગર
મુઠ્ઠી વાળી પકડેલી રેત સરકી જાય છે
પાણીના ઢાળે પાણી વહી જ જાય છે....
સાથે હોય ત્યારે સારા રહેનાર જ
દૂર જતાં દુર્ગુણ કાઢે છે જ.............
બસ આટલી જ ઓળખાણ આપણી કે
સંબંધ ભૂલી તેની અવગણના થાય છે......
જીવન જીવતાં તો સૌને ખામીઓ જ દેખાય છે
મૃત્યુ બાદ સૌને માનવીમાં સારાપણું જ દેખાય છે..
આવે છે મોજા ને કિનારેથી બધું તાણી જાય છે
દૂર થતાં જ સાચા સબંધોની પરખ થાય છે.......
શીદ ને કપટ રચવા પડે ઓ માનવી
પ્રભુ સમક્ષ તો સઘળું પ્રગટ થાય જ છે........
સંસાર કેરી મોહ માયામાં બંધાયા આપણે સૌ
સંસાર સાગરમાં બસ આમ જ સરી જવાય છે....
જય શ્રી કૃષ્ણ પુષ્પા એસ ઠાકોર