કોઈ સાથે હોય કે ન હોય પણ એક અહેસાસ હોય છે,
હાજરીની કોઈ અનિવાર્યતા નથી બસ ખાલીપણાનો આભાસ હોય છે...
ભીડ ભરી દુનિયામાં ખોવાઈને તો જોજો ,
મંજિલ સુધી પહોચાડનાર પણ એક હાથ હોય છે...
કયારેક લાગે કે વેરાન રણમાં જીવ એકલો છે,
ત્યારે અદ્રશ્ય રૃપે પણ કોઈક સાથ હોય છે...
આનંદ અનેરો થાય છે મનમાં,
કારણ બસ એ જ આ સંબંધ
અન્ય થી ખાસ હોય છે...