પાવનકારી છે શિવનુ નામ.
ભોળાનાથ તમને લાખો પ્રણામ.
ભજે દેવ દનુજ, મનુજ તમામ,
ભોળાનાથ તમને લાખો પ્રણામ.
વૃષભસવારી શિવગંગધારી,
શશીની શોભા ભાલમા ન્યારી.
વસે હરપળ મુખે રામનુ નામ,
ભોળાનાથ તમને લાખો પ્રણામ.
ડાક ડમરુના નાદ સંભાળાતા,
નૃત્ય શિવસંગ ગણના થાતા.
શોભે ઉમિયાજી શિવસંગે વામ,
ભોળાનાથ તમને લાખો પ્રણામ.
કૈલાસગિરિ સદા પાવનકારી,
સદાશિવ કોટે નાગપાશધારી.
ભક્તોને શિવભક્તિ સુખધામ,
ભોળાનાથ તમને લાખો પ્રણામ.
શિવસ્મરણે પાતક જાય ટલી
શિવભક્તિ અનાયાસે મલી.
રહે શિવદરશનની હૈયે હામ,
ભોળાનાથ તમને લાખો પ્રણામ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.