સવાર સવારમાં પહેલી ધુમ્મસ, પહેલો તડકો
અને તારા પ્રેમનો છાંયડો મળી જાય તો મજા આવી જાય.
સવારની પહેલી ચામાં
તારા પ્રેમનું ગળપણ મળી જાય તો મજા આવી જાય.
ઊઠતાંની સાથે જ
તારા હાથનો નાસ્તો અને ગુસ્સો એકસાથે મળી જાય તો મજા આવી જાય.
ક્યારેક રિસાઈ જાય અને કહે,
“હું તમારી સાથે નહીં બોલું,”
પણ એ એક દિવસની શાંતિ મળી જાય તો મજા આવી જાય.
મજાક કરું છું ગાંડી,
એ શાંતિમાં પણ તારા પ્રેમના શબ્દોનો કિલ્લોલ સાંભળવા મળે
તો મજા આવી જાય.
લખવું નથી મારે,
શબ્દો ઓછા પડે છે…
પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી
તારો સાથ મળી જાય તો મજા આવી જાય.
કંઈક ખૂટે એવું લાગે છે,
બધું તો નથી મળી જતું આ સફરમાં…
પણ તારા સ્નેહનો અખૂટ સાગર મળી જાય
તો મજા આવી જાય.
તું કહે છે કે પ્રેમ ઓછો થઈ ગયો છે…
અરે ગાંડી, પગથી લઈને માથા સુધી
શરીરમાં એક-એક ધબકારો અને શ્વાસની ઘડીઘડી
તારું નામ પુકારે છે.
અને એમાં પણ
તારી નટખટ હાસ્યની એક ઝલક જોવા મળી જાય
તો મજા આવી જાય.
હર ઘડી વિચારું કે
એવું તો શું લખું તારા વિશે…
પણ તારો ચહેરો સામે દેખાઈ જાય
અને હું ભાન ભૂલી જાઉં.
તું આંખના ઈશારાથી
મારી કલમને પ્રેરણા આપે…
એમાં જ તો ખરી મજા આવી જાય.