આજે તું છે મારા જોડે…
જ્યારે તું નહીં હોય ત્યારે કોઈ નહીં હોય મારું…
કોઈ મારા મન ની વાત મારા બોલ્યા વગર સમજી નઈ શકે
હું કેમ છું એ તું મારા બોલ્યા વગર સમજે છે
મને શું જોવે છે એ તું મને માંગ્યા વગર આપી દે છે
તું નહીં હોય તો મારું કોઈ નહીં હોય!
જીવન લાંબુ છે પણ સમય બહુ ઓછો
છે તારી જોડે વિતાવવા…મમ્મી
તું છે ને મારા જોડે એ સુકુન છે
સમય અને સંજોગ એકલા રહેતા તો શીખવાડી દે છે
કદાચ હું પણ એ શીખી જઈશ