Gujarati Quote in Story by Jagruti

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પારેવું કોણ જાણે કયાં થી.. મારા ઝરૂખે આવી ચઢ્યું.. તેની મોટી આંખો સામે જોતા બે વાર તો બીક લાગી કે, આ અંદર તો નહી આવી જશે.. કોઈ નુકશાન તો નહી કરી દેશે.. પછી તો તે અવારનવાર દેખાવા લાગ્યું.. અને હવે એનું આવવું, બેસવું , અજુગતું ન હતું લાગતું થોડાક દિવસ આમ જ એ આવી જતું.. ચૂપ ચાપ બેસીને બધી કોર નજર ફેરવીને જોયાં કરતું..

હવે ફરી આમ જ.. અચાનક.. ઘણા દિવસ થી તે આવ્યું નથી .. જતું રહ્યું.
કોણ હતું.. ક્યાંથી આવી ચઢ્યું ને ફરી કયાં જતું રહ્યું.. કોને ખબર !!
બસ પોતાની આછી છાપ મૂકતું ગયું..

Gujarati Story by Jagruti : 112037532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now