"જીવ્યે જ જિંદગી"
જીવનનો એક ભાગ જિંદગી,
જીવનનો પર્યાય જિંદગી.
આશાનો ઉમંગ જિંદગી,
આશાનો એક રંગ જિંદગી.
દોડનું એક નામ જિંદગી,
દોડનું એક કામ જિંદગી.
શ્વાસનો એક ભાવ જિંદગી,
શ્વાસોનો પ્રવાહ જિંદગી.
સપનાનો અણસાર જિંદગી,
સપનાનો આકાર જિંદગી.
પ્રેમનો એક રાગ જિંદગી,
પ્રેમભર્યો અનુરાગ જિંદગી.
દુઃખનો થોડો ભાર જિંદગી,
સુખનો મીઠો સાર જિંદગી.
પડવાનું નામ જિંદગી,
ફરી ઊઠવાનું કામ જિંદગી.
ખુદને મળવાનું નામ જિંદગી,
ખુદમાં ખોવાઈ જવાનું કામ જિંદગી.
અંતે તો એ જ સાચું,
જાતે જીવ્યે જ જિંદગી!"સ્વયમ્'ભૂ"
અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ"