મરજીથી.....
એ વાત કરે તો છે પણ એની મરજીથી,
હું વાત સાંભળું છું એની મરજીથી,
વાત વાતે રિસાય જાય તો મનાવી લઉં એને,
માનેય ખરી, પણ.... એની મરજીથી,
ઝાલ્યો હાથ એનો તો શરમાઈ ગઈ,
જાણે ગરોળી બારી પાછળ સંતાઈ ગઈ,
કીધા બે વેણ મારા દિલના એવા એને
કે હસી તો ખરી, પણ... એની મરજીથી
હું કહું ને એ પસંદ કરી લે છે...,
મને ગમતી સાડી એ પેરી પણ લે છે....
ઘરમાં, બજારમાં, ને સમાજમાં....
મારું ચાલે તો ખરી ....પણ એની મરજીથી