Gujarati Quote in Poem by sneh patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજર સામે જ હોય જવાબ, તો પણ સંતાવા લાગે છે,
જ્યારે સવાલો સામે પ્રશ્નો થવા લાગે છે.

એના એક જ જવાબ માં મન હળવું થઈ જાત
પણ એના અહમ ની પાછળ જવાબ છુપાવા લાગે છે .

વાત સીધી હતી કે માત્ર હૃદય ખોલીને કહેવું હતું,
પણ સંબંધ અહીં દલીલોના ત્રાજવે તોલાવા લાગે છે.

આંખોમાં તરતી હોય સ્પષ્ટતા, છતાં હોઠ કેમ મૌન થાય છે .
એક અસમંજસ માં જવાબ રોકાવા લાગે છે;

જ્યાં જરાક સ્વીકારથી ઉકેલાઈ શકતી હતી આખી વાત,
ત્યાં સામા સવાલોની દીવાલો ચણાવા લાગે છે.


ને આમ જ, જવાબ નજર સામે હોવા છતાંય,
સંબંધોની એ સુંદર સાંજ અજાણ્યા અંધારે ખોવાવા લાગે છે.

- સ્નેહ ના સબંધો

Gujarati Poem by sneh patel : 112037068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now