Gujarati Quote in Thought by ADRIL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મને એ છોકરીની ઝલક મળી જે હું પહેલા હતી.

જે હંમેશા પોતાના આંસુ રોકતી હતી,...
શાંતિ જાળવવા માટે મૌન રહેતી હતી,...
સંબંધો સાચવવા માટે અપમાન સહન કરતી હતી,..
માનસિક તણાવ ઓછો કરવા માટે ટીકાને અવગણતી હતી,..
નિંદા સ્વીકારતી હતી જેથી તે મોટી થઈ શકે
અને પીડા પણ સહન કરતી હતી, કારણ કે તે સંપૂર્ણપણે એકલી હતી..
હા,
મેં તે સમયે તેનો ન્યાય કર્યો ન હતો..
પરંતુ,
મેં તેને મારાથી દૂર પણ ધકેલી ન હતી.
વર્ષો પછી
આજે મને એ છોકરીની ઝલક મળી જે હું પહેલા હતી,

આજે મેં તેના બધા ઘા ઉપર મરહમ લગાડ્યો.
અને તેને કોમળતા અને પ્રેમાળ આંખોથી જોઈ
હું ફક્ત એટલું જ કહી શકી કે -
મને બચાવવા બદલ આભાર
કારણ કે તારી સહનશક્તિ વિના, હું આજે જે સ્ત્રી છું તે ન હોત.
તુ ચાલતી રહી એટલે જ હું એવા લોકોથી દૂર રહી શકી જેમના હૃદયમાં મારા શ્રેષ્ઠ હિત ન હતા.
તુ મારા માટે લડખડી, તેથી હું ઉભી રહી શકી
તુ મારા માટે લડી, જેથી હું જીતી શકી.
તે મારા માટે તકલીફો સહન કરી, જેથી હું મજબૂત થઈ શકું.

અને હવે,
હું ગર્વથી કહું છું - શરમથી નહીં.
કે
તારો ખૂબ ખૂબ આભાર
આજે હું જે પણ છું એ તારા લીધે જ બની શકી છુ

THANK YOU SO VERY MUCH FOR BEING MY TOUGHEST VERSION IN PAST.
🙏🙏🙏


~~~~~~~~~~~~~~~~~~

Gujarati Thought by ADRIL : 112036981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now