બિંદાસ પવનો સાથે વહી જવાનું,
ક્યારેક મંજિલ વગર સફરમાં નીકળી જવાનું.
કોઈ હિસાબ નથી રાખવો આ શ્વાસોનો,
કોઈ સપના વગર બસ મોજથી જીવી લેવાનું.
જે રસ્તો મળે એને જ દોસ્ત બનાવી લેવાનો,
ને વહેતા ઝરણાની જેમ બસ બહેતા જવાનું.
ગમે ત્યાં અટકી જવાય તો એ પણ એક પડાવ છે,
અણધાર્યા વળાંકોને પણ હસીને વહાલ કરી લેવાનું.
અણજાણ વાતોથી પરે, આ પોતાની રમઝટ છે,
'અશોક' કહે, આ મસ્તીમાં જ ખરી સફર છે.