આ 15 ઓક્ટોબરથી મરચંટ ટુ મરચંટ upi 2000 પર ચાર્જ લાગશે એ વાંચ્યું. મહત્તમ 300 રૂ. 75000 પર પણ એ થી વધુ મોટી રકમ હોય તો પણ 300 જ. એક વ્યવહાર ની લિમિટ 1 લાખ ને ઇન્વેસ્ટમેન્ટ, હોસ્પિટલ, વીમો વગેરે કિસ્સામાં 5 લાખ સુધી વ્યવહાર થઈ શકે છે. એની ઉપર પણ ટ્રાન્ઝેક્શન દીઠ 300 જ રહેશે.
કાન આમ પકડો કે તેમ, જો વેપારી કે હોસ્પિટલ કેશ લેવા માંડે તો એ ગણવા માટે એના કેશિયર નો સમય, બેંકમાં ભરવા જવાનું, ઉપરથી અમુક રકમ થાય એટલે કેશ હેન્ડલિંગ ચાર્જ બેંકનું સર્વર જ સાંજે ડેબિટ કરે. આ પ્રાઈવેટ બેંકોમાં સરકારી બેંકો કરતાં વધુ હોય છે. જો ચેક લેવાનો આગ્રહ રાખે તો હવે નવી ચેક ટ્રન્કેશન સિસ્ટમમાં લગભગ ઓનલાઈન જેવું છે છતાં આજે ને આજે મળેલો ચેક ભરો તો કાલે પ્રોસેસ થાય, પરમદિવસે જમા થાય ને એ પછીના દિવસે ઉપાડવા મળે. વળી ચેકબુકના પેજ નો ચાર્જ પણ 2 રૂ. અગાઉ હતો એ વધ્યો હોઈ શકે.
આમ એક વેપારી કે સેવા આપનાર ઇન્વેસ્ટમેન્ટ વાળા, ડોક્ટર, હોસ્પિટલ, વકીલ કે સીએ એ બધાને 2000 થી તો મોટા જ વ્યવહારો હશે. એક વેપારી થી બીજાને ચેક આપે કે કેશ,કોઈ રીતે કોઈ ચાર્જ લાગશે જ. એટલે આમાં વેપારી કે વ્યવસાયીને ખાસ ખોટ નથી.
હું માનું છું કે ધારોકે મેં શુભ પ્રસંગે બેન્કવેટ રાખ્યો. મહેમાનોને જમવાનું બિલ 65000 આવ્યું. હું બેન્કવેટને 65000 upi કરું તો મને કશું નહીં લાગે, એ બેન્કવેટ રસોઈના, ગ્રોસરીના વગેરે ચૂકવે તો એને લાગશે.
2000 પર 0.4% એટલે 8 રૂ. થયા. 2 લાખ હોય તો 800 નહીં, 300 જ લાગે. સામે હિસાબની રીસીટ, હિસ્ટ્રી સચવાય એમ ઘણા ફાયદા છે.
મારા મત મુજબ વ્યવસાયીઓ અને વેપારીઓને ખાસ ખોટ નથી જતી. કેશ હેન્ડલિંગ ચાર્જ , વ્યવહારો વધતાં ફોલિયો ચાર્જ, ચેકબુક ચાર્જ અને અન્ય પોતાને થતો ખર્ચ, સમયનો કદાચ આથી વધુ ચાર્જ થાય.
આપણી માનસિકતા મુજબ ચોક્કસ 15.10 પછી કેશ લેવા ભરવા બેંકોમાં લાઈનો વધશે, હોસ્પિટલો, રેસ્ટોરાં , બેન્કવેટ, ટ્રાવેલ વાળા, વકીલો વગેરે કેશ જ લેશે. થોડા વખતમાં ફાયદા ગેરફાયદા સમજાતાં ફરીથી upi તરફ વળશે.